હેરો સહાય યોજના : બધા પ્રકારના હેરોની ખરીદી માટે મળશે ₹1 લાખ સુધીની સહાય

હેરો સહાય યોજના | આજના ટેકનોલોજી યુગમાં ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોથી માહિતગાર થયેલા છે. ખેડૂતો રોટરી ટીલર, પલાઉ, કલ્ટી વેટર તથા હેરોનો ઉપયોગનું મહત્વ સમજતા થયા છે. આજે ખેડૂતો માટે હેરો ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે. ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે હેરો વિકસાવવામાં આવેલ છે.

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી હેરો સહાય યોજના 2024-25 વિશે માહિતી મેળવીશું.

હેરો સહાય યોજના

હેરો (Harrow) એ એક કૃષિ મશીન છે જેનો ઉપયોગ જમીનને ખેંચવા, સૂક્ષ્મ દળવામાં અને મલચિંગને દબાવવા માટે થાય છે. હેરોનો ઉપયોગ જમીનને સમાન અને લંબચોરસ બનાવવા, કાપણી બાદની જમીનને ચકાસવા અને ખેતીના વિભિન્ન તબક્કાઓમાં કરવામાં આવે છે

હેરો સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

હેરો સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • આ ધટક હેઠળ ડીસ્ક હેરો, રોટરી ડીસ્ક હેરો, હેરો(રાપ), બ્લેડ હેરો સાધનોની સહાય માટે અરજી કરી શકાશે.
  • સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : -અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના – સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  • અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે

હેરો સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
  • ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate

હેરો સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક

તારીખસમયસમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

હેરો યોજના માટે કઈ રીતે અરજી કરવી?

હેરો યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી હેરો યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 37 પર હેરો લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ હેરો યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!