કલ્ટીવેટર સહાય યોજના : કલ્ટી ની ખરીદી પર ખેડૂતોને મળશે ₹50,000 સુધીની સબસીડી

કલ્ટીવેટર સહાય યોજના | ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વર્ષ 2024-25 ની મોટાભાગની યોજનાઓ માટે ફોર્મ ભરવાના શરૂ કરવી દેવામાં આવ્યા છે. ખેડૂતો લાંબા સમયથી ખેતીવાડી વિભાગની યોજનાઓ ચાલુ થવાની રાહ જોઈને બેઠા છે. ત્યારે સરકાર દ્વારા ikhedut પોર્ટલ પર ખેતીવાડી વિભાગ યોજનાઓ માટે ઓનલાઇન અરજી ચાલુ કરી દેવામાં આવી છે. કલ્ટીવેટર સહાય યોજના પણ ખેતીવાડી વિભાગની એક યોજના છે જેમાં ખેડૂતોને કલ્ટીવેટર ખરીદવા માટે 50 હજાર રૂપિયા સુધીની સબસીડી મળે છે.

કલ્ટીવેટર યોજના ગુજરાત રાજ્ય સરકારની એક યોજના છે, જે ખેડૂત ઉદ્યોગને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ઓછા ભાવે કૃષિ સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ખેતી કામને વધુ સસ્તું અને સરળ બનાવી શકાય. તો ચાલો વિગતે જોઈએ કે કલ્ટીવેટર સહાય યોજના થકી ખેડૂતને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

કલ્ટીવેટર સહાય યોજના

કલ્ટીવેટર યોજના એ ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરેલી એક કૃષિ સહાય યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો પર સબસીડી મળે છે. કલ્ટીવેટર એક કૃષિ સાધન છે, જે વાવણી માટે જમીનને તૈયાર કરવાની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેતીની કાર્યક્ષમતા વધારવો અને ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે.

કલ્ટીવેટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 5 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

કલ્ટીવેટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી થી ચાલતા કલ્ટીવેટર માટે કુલખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૧૬ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

સામાન્ય વર્ગના નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુહોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

કલ્ટીવેટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
  • ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate

કલ્ટીવેટર સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક

તારીખસમયસમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

કલ્ટીવેટર સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી?

કલ્ટીવેટર સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી કલ્ટીવેટર સહાય યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 4 પર કલ્ટીવેટર લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ કલ્ટીવેટર યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!