કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના | કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના એ એક સંયુક્ત અને વ્યાપક યોજના છે, જે ખેડૂતને હોર્ટીકલ્ચર (ફળો, શાકભાજી, પલાંટો વગેરે)ના વિકાસ માટે સહાય કરવા માટે રચવામાં આવી છે. આ યોજના હેઠળ, કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ખેતીમાં નવીનતા લાવવા માટે મદદ આપવામાં આવે છે.
તો ચાલો વિગતે જોઈએ કે કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના થકી ખેડુતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના એ કૃષિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જે હોર્ટીકલ્ચર પેદાશો (ફળ, શાકભાજી, ફૂલ, અને અન્ય પાકો)ના ઉત્પાદનમાં વૃદ્ધિ લાવવા અને ખેડૂતોને ટેકનિકલ, નાણાંકીય, અને માર્કેટિંગ સહાય પૂરી પાડે છે.આ યોજના હોર્ટીકલ્ચર ક્ષેત્રમાં સુધારણા લાવવા, વધુ પોષણદાયક ખોરાક પૂરું પાડવા, અને ખેડૂતોને આર્થિક સ્વાયત્તતા તરફ લઇ જવા માટે દિશા નિર્દેશ આપે છે.
આ યોજના હોર્ટીકલ્ચર ક્ષેત્રમાં સુધારણા લાવવા, વધુ પોષણદાયક ખોરાક પૂરું પાડવા, અને ખેડૂતોને આર્થિક સ્વાયત્તતા તરફ લઇ જવા માટે દિશા નિર્દેશ આપે છે.
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજનાનો લાભ કયા ખેડુતો લઈ શકે છે?
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજનાનો લાભ નીચેના પ્રકારના ખેડૂત લઈ શકે છે:
નવા ખેડૂત:
- જેમણે હોર્ટીકલ્ચર ક્ષેત્રમાં નવી શરૂઆત કરી છે અને માર્ગદર્શન અને ટેકનિકની જરૂર છે.
મધ્યમ અને નાના ખેડૂત:
- જેમને નાણાંકીય સહાય, સાધનો, અને અન્ય હર્ટીકલ્ચર સંબંધિત સામગ્રી માટેની જરૂર છે.
અન્ય પાકોને બદલે હોર્ટીકલ્ચર તરફ બદલવા ઈચ્છતા ખેડૂત:
- જે ખેડૂત વૈકલ્પિક પાક તરીકે હોર્ટીકલ્ચર ખેતીમાં પ્રવેશ કરવા માંગે છે.
સ્થાનિક બજારમાં વેચાણ કરવા ઈચ્છતા ખેડૂત:
- જેના માટે પોતાનાં ઉત્પાદનોને સ્થાનિક અને નિકટના બજારમાં વેચવાની યોજના છે.
સામૂહિક કૃષિ પ્રોજેક્ટોમાં સામેલ ખેડૂત:
- જો તેઓ કોમ્યુનિટી આધારિત હોર્ટીકલ્ચર પ્રોજેક્ટમાં સામેલ છે.
વૃદ્ધિ કરનારા પાકોમાં રસ ધરાવતા ખેડૂતો:
- જેમને કીડા-રોગ નિયંત્રણ અને ગુણવત્તા સુધારવા માટે નવીન તકનિકીઓ વિશે જાણકારી મેળવવાની ઇચ્છા હોય.
પ્રમાણિત ખેતી માટે પ્રયત્નશીલ ખેડૂતો:
- જે પોષણયુક્ત અને વૃદ્ધિ કરી રહેલા પાકો ઉત્પાદન કરવા માંગે છે.
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટપાકના ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ રૂ.૫/- સહાય ધ્યાને લઇ મહત્તમ રૂ. 15 હજાર પ્રતિ હેકટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ (ટીસ્યુ) પાકનું વાવેતર ટીસ્યુકલ્ચર રોપાથી MIDH ની ગાઇડલાઇન મુજબ કરવાનું રહેશે.
- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ (ટીસ્યુ) ના વાવેતર માટે અન્ય યોજનામાંથી અગાઉ નિયત કરેલ સમય મર્યાદામાં સહાય મેળવેલ હોય અને મહત્તમ વિસ્તાર પૂર્ણ થયેલ હોય, તેવા ખેડૂતોને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
- ખાતાદીઠ મહત્તમ ૧ હેક્ટરની મર્યાદામાં સહાય દર બે વર્ષે એકવાર
- કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ (ટીસ્યુકલ્ચર) ફળપાક માટે પ્રતિ હેકટર ઓછામાં ઓછા ૩૦૦૦ રોપા ધ્યાને લઇ સહાય મળવાપાત્ર રહેશે.
- ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ,GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના માટે મહત્વની તરીખ
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.
- ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/12/2024
- ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/12/2024
- તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 5 પર કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : ૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના : મોટો તબેલો બનાવવા મળશે 10 લાખ સુધીની સહાય