ઘનિષ્ઠ ખેતી સહાય યોજના એ એક કૃષિ વિકાસ યોજના છે, જે ખેડૂતોને ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય અને પ્રોત્સાહન પૂરી પાડવા માટે રચવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોએ વધુ તાજા, પોષક, અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકે.
તો ચાલો વિગતે જોઈએ કે ઘનિષ્ઠ ખેતી સહાય યોજના થકી ખેડુતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના એ ખેડૂતોને નવીન કૃષિ પદ્ધતિઓ, સાધનો, અને ટેકનિકલ સહાય પૂરી પાડે છે, જે તેમને વાવેતર, વૃદ્ધિ, અને ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આ યોજના ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય પૂરી પાડે છે.
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના દ્વારા, ખેડૂતોને વધુ સસ્તી અને પ્રગતિશીલ ખેતીના માર્ગદર્શન સાથે સમર્થન આપવામાં આવે છે, જે તેમને કૃષિ ક્ષેત્રમાં વધુ સફળતા માટે પ્રેરિત કરે છે.
ઘનિષ્ઠ ખેતી સહાય યોજનાનો લાભ કયા ખેડુતો લઈ શકે છે?
ઘનિષ્ઠ ખેતી સહાય યોજનાનો લાભ નીચેના પ્રકારના ખેડૂત લઈ શકે છે:
નવા ખેડૂત:
- જેમણે ઘનિષ્ઠ ખેતીમાં નવી શરૂઆત કરી છે.
અન્ય પાકોમાંથી પરિવર્તન કરનારા:
- જો કોઈ ખેડૂત વિવિધ પાકોની ખેતીમાં બદલાવ લાવવા માંગે છે.
મધ્યમ અને નાના ખેડૂત:
- જેમને નાણાંકીય અને ટેકનિકલ સહાયની વધુ જરૂર છે.
સ્થાનિક બજારમાં વેચાણ કરવા ઈચ્છતા ખેડૂત:
- વધુ ગુણવત્તાના ઉત્પાદનોને સ્થાનિક બજારમાં વેચવા માટે તૈયાર.
સામૂહિક કૃષિ પ્રોજેક્ટોમાં સામેલ ખેડૂત:
- જો તે ગ્રુપમાં કામ કરે છે.
કૃષિમાં નવીનતા લાવનાર ખેડૂત:
- જે નવી ટેકનિક અને પદ્ધતિઓ અપનાવવા ઈચ્છે છે.
આ રીતે, આ યોજના વિવિધ પ્રકારના ખેડૂતને લાભ આપે છે, જે તેમને ઘનિષ્ઠ ખેતીમાં વધુ સફળતા માટે પ્રોત્સાહિત કરે છે.
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?
આ યોજના હેઠળ બે પ્રકારની સહાય મળવા પાત્ર છે : 1. બાગાયતી પાકો માટે ટપક સિંચાઈ સહાય અને 2. બાગાયતી પાકોના રોપા ખરીદવા માટે સહાય
1. બાગાયતી પાકો માટે ટપક સિંચાઈ સહાય
- યુનિટ કોસ્ટ- રૂ.૧.૫૦ લાખ પ્રતિ હેકટર માટે
- TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦% એટલે કે મહત્તમ રૂ. 75,000 પ્રતિ હેક્ટર
- યુનિટ કોસ્ટ- રૂ.૧ લાખ પ્રતિ હેકટર માટે
- TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૫૦% એટલે કે મહત્તમ રૂ. 50,000 પ્રતિ હેક્ટર
2. બાગાયતી પાકોના રોપા ખરીદવા માટે સહાય
- પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
- ૩ હપ્તા (૬૦:૨૦:૨૦)માં સહાય મળવાપાત્ર થશે.
- અનુ. જન જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
- જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે.
- વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
- નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે. જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
- રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
- લાભાર્થી દીઠ ૪ હેકટર ની મર્યાદામાં જ આ યોજનાનો લાભ મેળવી શકાશે.
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના માટે મહત્વની તરીખ
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.
- ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/12/2024
- ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/12/2024
- તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
ઘનિષ્ઠ ખેતી સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી ઘનિષ્ઠ ખેતી સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 6 પર ઘનિષ્ઠ ખેતી સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ ઘનિષ્ઠ ખેતી યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો: કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સહાય યોજના : ફળ પાકોના વાવતેર માટે 3 લાખ સુધીની સહાય