ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના : સ્પ્રેયર ની ખરીદી પર મળશે ₹ 2 લાખ 50 હજાર સુધીની સહાય

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના | ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના હેઠળ, ખેડૂતોને ટ્રેક્ટર સાથે જોડાયેલા સ્પ્રેયર મશીન ખરીદવા માટે સહાય (સબસિડી) આપવામાં આવે છે. આ મશીનોનો ઉપયોગ કરીને પાક પર જંતુનાશક દવાઓ, ખાતરો, અને પાણિયાં જેવા પદાર્થો સરળતાથી અને ઝડપી રીતે છાંટવામાં આવે છે. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયરની ખરીદી માટે 1 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. 

તો ચાલો વિગતે જોઈએ કે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના થકી ખેડૂતને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના એ ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરેલી એક કૃષિ સહાય યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો પર સબસીડી મળે છે. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના એ કૃષિ મશીનરીના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયેલા સ્પ્રેયર મશીનોનો ઉપયોગ કરી શકે છે, જેથી પાક પર જંતુનાશક દવાઓ, ખાતરો, અને અન્ય પદાર્થો છાંટવામાં સરળતા થાય.

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • સામાન્ય વર્ગના ખેડૂતો માટે : એર કેરીયર / આસીસ્ટેડ: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ.૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
  • બૂમ ટાઈપ: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૮ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • ઈલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર: કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨.૦૦ લાખએ બે માંથી જે ઓછુ હોય તે
  • અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે એર કેરીયર / આસીસ્ટેડ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૨૫ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
  • બૂમ ટાઈપ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • ઈલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર: કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખએ બે માંથી જે ઓછુ હોય તે.

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
  • ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક

તારીખસમયસમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના માટે કઈ રીતે અરજી કરવી?

ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 8 પર ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

આ પણ વાંચો : પાવર ટીલર સહાય યોજના : વિવિધ પ્રકારના પાવર ટીલર ની ખરીદી પર મળશે ₹85,000 સુધીની સહાય

1 thought on “ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર સહાય યોજના : સ્પ્રેયર ની ખરીદી પર મળશે ₹ 2 લાખ 50 હજાર સુધીની સહાય”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!