ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના એ એક સંયુક્ત અને વ્યાપક યોજના છે, જે ખેડૂતને હોર્ટીકલ્ચર (ફળો, શાકભાજી, પલાંટો વગેરે)ના વિકાસ માટે સહાય કરવા માટે રચવામાં આવી છે. આ યોજના હેઠળ, કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ખેતીમાં નવીનતા લાવવા માટે મદદ આપવામાં આવે છે.
તો ચાલો વિગતે જોઈએ કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના થકી ખેડુતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના
ખેડૂત દ્વારા અનેક પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. આ પધ્ધતિમાં ડ્રીપ ઇરીગેશનમાં પાણીનો વ્યય સૌથી ઓછો અને પાણીનો ઉપયોગ સૌથી વધુ થાય છે. આ માટે સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન તરફ ખેડૂતને આકર્ષિત કરવા યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજના ઓછા પ્રમાણમાં પાણીવાળા ક્ષેત્રમાં સુધારણા લાવવા, વધુ પોષણદાયક ફળની ખેતી પૂરું પાડવા, અને ખેડૂતોને આર્થિક સ્વાયત્તતા તરફ લઇ જવા માટે દિશા નિર્દેશ આપે છે.
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજનાનો લાભ કયા ખેડુતો લઈ શકે છે?
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજનાનો લાભ નીચેના પ્રકારના ખેડૂત લઈ શકે છે:
- આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ ફરજીયાત
- ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્નમેન્ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર / નરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટીફીકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે.
- ખેડૂતને ઓછામાં ઓછા 25.50 ઘનમીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | અનુ. જાતિના ખેડુતને યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | અનુ. જન જાતિના ખેડુતને યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | સામાન્ય જાતિના ખેડૂતો યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 50,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે મહત્વની તરીખ
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.
- ઓનલાઈન અરજીની શરુ તારીખ : 10/12/2024
- ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 10/12/2024
- તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 9 પર ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.