પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના | રાજ્ય સરકાર એ ખેડૂતો પેડી ટ્રાન્સ પ્લાન્ટર મશીનરી (પેડી ટ્રાન્સપ્લાન્ટર) ખરીદવા માટે પ્રોત્સાહન આપતી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, ખેડુતોને પેડી ટ્રાન્સ પ્લાન્ટરની ખરીદી માટે 8 લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
તો ચાલો વિગતે જોઈએ કે પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના થકી ખેડૂતને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના
પેડી ટ્રાન્સપ્લાન્ટર યોજના એ ખેડૂતોએ પેડી (ધાન) ના નર્સરીમાં ઉગાડેલા છોડને ખેતરમાં પુન: રોપવા માટે મશીનરી (પેડી ટ્રાન્સપ્લાન્ટર) ખરીદવા માટે પ્રોત્સાહન આપતી યોજના છે.
પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?
- ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- સામાન્ય વર્ગના ખેડૂતો માટે: ૪ હાર: કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧.૨૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે
- ૪ થી વધુ અને ૮ હાર: કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૪.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે
- ૮ થી વધુ અને ૧૬ હાર: કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૬.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
- અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે : ૪ હાર: કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોયતે.
- ૪ થી વધુ અને ૮ હાર: કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫.૦૦ લાખ એ બે માંથી જે ઓછુહોય તે
- ૮ થી વધુ અને ૧૬ હાર: કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮.૦૦ લાખ એ બે માંથી જે ઓછુહોય તે.
પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
- ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
- બેંક એકાઉન્ટની વિગતો
- મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
- અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
- અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate
પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક
તારીખ | સમય | સમાવિષ્ટ જીલ્લાઓ |
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ |
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ |
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા |
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના માટે કઈ રીતે અરજી કરવી?
પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 10 પર પેડી ટ્રાન્સ પ્લાન્ટર લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
- છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ પેડી ટ્રાન્સ પ્લાન્ટર યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : બેલર સહાય યોજના : ઘાસની ગાંસડી બાંધવાના સાધન ની ખરીદી પર મળશે ₹9 લાખ સુધીની સહાય