એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય યોજના | રાજ્યના દરેક ખેડુતોને આધુનિક ખેતી કરવાનો લાભ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના અમલમાં છે. એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ સ્થાપવા માંગતી પ્રાઈમરી એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ સોસાયટી (PACS)/ફાર્મર ગૃપ/સહકારી સંસ્થા/સખી મંડળો/સેલ્ફ હેલ્પ ગૃપ, સ્ટાર્ટ અપ રજીસ્ટ્રેશન ધરાવનાર કૃષિ ડિપ્લોમા/કૃષિ સ્નાતક/ અનુસ્નાતક/ બી.આર.એસ. વગેરે લોકો તેનો લાભ ળઈ શખે છે..
હવે, ચાલો વિગતે જોઈએ કે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય યોજના થકી ખેડૂતને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય યોજના
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના એ ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરેલી એક કૃષિ સહાય યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો પર સબસીડી મળે છે. એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ એ એક મશીન છે જેનો ઉપયોગ વિવિધ ખેતી કાર્યો અને ખેતીની વિવિધ પદ્ધતિઓ માટે વિવિધ પ્રકારના ખેતીના સાધનો અને ઓજારો વિકસિત કરવામાં આવ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેતીની કાર્યક્ષમતા વધારવો અને ખેડૂતોને ટ્રેકટર અને અન્ય ખેતીના ઓજારો, સાધનો જેમકે પોટેટો પ્લાન્સ્ટર, પાવર થ્રેસર, પોટેટો ડીગર, રોટરી પાવર હેરો, ટ્રેકટર સંચાલીત રીપર કમ બાઈન્ડર, સેલ્ફ પ્રોપલ્ડ રીપર કમ બાઈન્ડર, બ્લેડ હેરો, ડિસ્ક હેરો ખરીદી શકાય છે. આ સાધનો ભાડે આપીને ખેડૂતો વધારાની કમાણી પણ કરી શકે છે.
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
- ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- સામાન્ય વિસ્તારમાં શરૂઆતના વર્ષમાં ૪૦% ત્યારબાદ પ્રથમ બે વર્ષ ૧૦% અને છેલ્લા બે વર્ષમાં ૭.૫% લેખે પાંચ વર્ષમાં કૂલ ૭૫% સહાય મળવાપાત્ર છે. (યુનિટ દીઠ વધુમાં વધુ રૂ. ૭,૫૦,૦૦૦ સહાય)
- આદિજાતિ વિસ્તારમાં શરૂઆતના વર્ષમાં ૫૦% ત્યારબાદ પ્રથમ બે વર્ષ ૧૦% અને છેલ્લા બે વર્ષમાં ૭.૫% લેખે પાંચ વર્ષમાં કૂલ ૮૫% સહાય (યુનિટ દીઠ વધુમાં વધુ રૂ. ૮,૫૦,૦૦૦ સહાય)
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
- ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
- બેંક એકાઉન્ટની વિગતો
- મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
- અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
- અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક
તારીખ | સમય | સમાવિષ્ટ જીલ્લાઓ |
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ |
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ |
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા |
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના માટે કઈ રીતે અરજી કરવી?
એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 2 પર એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
- છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : કલ્ટીવેટર સહાય યોજના : કલ્ટી ની ખરીદી પર ખેડૂતોને મળશે ₹50,000 સુધીની સબસીડી