વાવણિયો સહાય યોજના | ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વર્ષ 2024-25 ની મોટાભાગની યોજનાઓ માટે ફોર્મ ભરવાના શરૂ કરવી દેવામાં આવ્યા છે. ખેડૂતો લાંબા સમયથી ખેતીવાડી વિભાગની યોજનાઓ ચાલુ થવાની રાહ જોઈને બેઠા છે. ત્યારે સરકાર દ્વારા ikhedut પોર્ટલ પર ખેતીવાડી વિભાગ યોજનાઓ માટે ઓનલાઇન અરજી ચાલુ કરી દેવામાં આવી છે. વાવણિયો સહાય યોજના પણ ખેતીવાડી વિભાગની એક યોજના છે જેમાં ખેડૂતોને વાવણિયા ખરીદવા માટે 40 % સુધીની સબસીડી મળે છે.
વાવણિયા યોજના ગુજરાત રાજ્ય સરકારની એક યોજના છે, જે ખેડૂત ઉદ્યોગને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ઓછા ભાવે કૃષિ સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ખેતી કામને વધુ સસ્તું અને સરળ બનાવી શકાય. તો ચાલો વિગતે જોઈએ કે વાવણિયો સહાય યોજના થકી ખેડૂતને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
વાવણિયો સહાય યોજના
વાવણિયો સહાય યોજના (Seed Drill Assistance Scheme) એ ખેડુતોને ખેતી માટે વાવણી મશીન ખરીદવામાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની યોજના છે. આ મશીનનો ઉપયોગ જમીન પર બિયારણની યોગ્ય રીતે વાવણી માટે થાય છે, જેનાથી બિયારણ અને ખાતરના દુરુપયોગને ઘટાડવામાં મદદ થાય છે અને ઉત્પાદનક્ષમતા વધે છે.
વાવણિયો સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?
- લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
- જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
- ખેડૂતને આ યોજના હેઠળ મળેલ વાવણિયા 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
- આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
- ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
વાવણિયો સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
સામાન્ય વર્ગના ખેડૂતો માટે:
- ૨૦ BHP સુધી (૫ ટાઇન્સ): ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર,
- ૨૦ થી ૩૫ BHP (૭ ટાઇન્સ): ૪૦% અથવા રૂ. ૧૬ હજાર,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૯ ટાઇન્સ): ૪૦% અથવા રૂ. ૧૭ હજાર,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૧૧ ટાઇન્સ): ૪૦% અથવા રૂ. ૧૯,૩૦૦,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૧૩ ટાઇન્સ): ૪૦% અથવા રૂ. ૨૧,૫૦૦,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૧૫ ટાઇન્સ): ૪૦% અથવા રૂ. ૨૨,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે
નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતો માટે:
- ૫૦% અથવા રૂ. ૧૫ હજાર, ૨૦ થી ૩૫ BHP (૭ ટાઇન્સ): ૫૦% અથવા રૂ. ૧૮ હજાર,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૯ ટાઇન્સ): ૫૦% અથવા રૂ. ૨૧,૩૦૦,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૧૧ ટાઇન્સ): ૫૦% અથવા રૂ. ૨૪,૧૦૦,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૧૩ ટાઇન્સ): ૫૦% અથવા રૂ. ૨૬,૯૦૦,
- ૩૫ થી વધુ BHP સુધી (ઝીરો ટીલ/સીડ કમ ફર્ટી. ડ્રીલ: ૧૫ ટાઇન્સ): ૫૦% અથવા રૂ. ૨૮,૦૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે
વાવણિયો સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
- ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
- બેંક એકાઉન્ટની વિગતો
- મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
- અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
- અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate
વાવણિયો સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક
તારીખ | સમય | સમાવિષ્ટ જીલ્લાઓ |
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ |
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ |
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા |
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
વાવણિયા યોજના માટે કઈ રીતે અરજી કરવી?
વાવણિયા યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી વાવણિયા યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 33 પર વાવણિયા લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
- છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ વાવણિયા યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : રોટરી પાવર ટીલર સહાય યોજના : રોટરી પાવર ટીલર ની ખરીદી પર મળશે ₹75,000 સુધીની સહાય