નાળિયેરી ખેતી સહાય યોજના એ ખેડૂતોને નાળીયેરી પાકોની ખેતીને વિસ્તૃત કરવા અને સુધારવા માટે પ્રોત્સાહન આપવા માટે રચાયેલી એક યોજના છે. આ યોજના હેઠળ, ખેડૂતોને નાળીયેરી પાકોના ઉછેરમાં વધુ સહાય અને માર્ગદર્શન મળતું હોવાથી તેઓ વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે, ખેડૂતોને તેમના સ્થાનિક કૃષિ વિભાગ અથવા ફેલ્ડ સેટિંગ ઓફિસમાં સંપર્ક કરવો જોઈએ.
તો ચાલો વિગતે જોઈએ કે નાળિયેરી ખેતી સહાય યોજના થકી ખેડુતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
નાળિયેરી ખેતી સહાય યોજના
નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના એ એક આવશ્યક યોજનાત્મક ઉપક્રમ છે, જેની અંદર ખેડૂતોને નાળિયેરીની ખેતી કરવા માટે સહાય આપવામાં આવી રહી છે આ યોજનાનું નામ છે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય જે યોજનાએ એક ખાતાની અંદર ચાર હેક્ટરની મર્યાદામાં લાભ આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એ છે કે ખેડૂતો બાગાયત ખેતીની તરફ વળે અને જે કોઈપણ ખેડૂત મિત્રો બગાત ખેતી કરે છે તેમને પણ આ યોજના થકી પ્રોત્સાહન પૂરું પાડવાનું સરકાર દ્વારા એક હેતુ છે.
નાળિયેરી ખેતી સહાય યોજનાનો લાભ કયા ખેડુતો લઈ શકે છે?
- આ સહાય મેળવવા માટે ખેડૂતને નાળિયેરીનું વાવેતર કરવું પડશે
- આ યોજના માટે ફક્ત ગુજરાતના ખેડૂતો પાત્ર છે
- પ્લાન્ટિંગ મટીરીયલ અને ઇનપુટ ખર્ચ માટે સહાય આપવામાં આવે છે
ગુજરાત સરકાર નો વર્ષ 2024/25 નો સંભવિત લક્ષ્યાંક 948 હેક્ટર જમીન માં નાળિયેરી વાવેતર વિસ્તાર માટે સહાય આપવાનો છે. જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે.
નાળિયેરી ખેતી સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- આ યોજનાની અંદર ખેડૂતોને 37,500 ની સહાય આપવામાં આવે છે.
- આ યોજના ની અંદર યુનિટ કોસ્ટ રૂપિયા 50,000 હેક્ટરે રહેશે અને યોજનામાં ખર્ચના 5 ટકા મુજબ મહત્તમ 37,500 એક્ટરે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
- આ યોજના માં લાભાર્થી ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદા ની અંદર વિજ્ઞાનનો લાભ આપવામાં આવે છે.
- આ યોજનાની અંદર તમને બે આપતા માં સહાય મળવા પાત્ર રહેશે પહેલા 75 ટકા અને પછી 25% આ મળી અને કુલ 100% તમને જે રકમ છે તે ની સહાય આપવામાં આવશે.
નાળિયેરી ખેતી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
નાળિયેરી વાવેતર વિસ્તારની આ યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
નાળિયેરી ખેતી સહાય યોજના માટે મહત્વની તરીખ
નાળિયેરી ખેતી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.
- ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/12/2024
- ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/12/2024
- તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
નાળિયેરી ખેતી સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
નાળિયેરી ખેતી સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી નાળિયેરી ખેતી સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 8 પર નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ નાળીયેરી વાવેતર વિસ્તાર યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : દાંડી ફૂલો સહાય યોજના : ફૂલોની ખેતી માટે મળશે હેક્ટર દીઠ ₹ 40 હજારની સહાય
નારયેલી ની સહાય માટે ભરેલ ઓનલાઇન ફોર્મ અને ડોક્યુમેન્ટ કઈ જગ્યા યે જમાં કરવા ના રહે સે ?
અરજી ફોર્મ કઈ જગ્યાએ જમા કરાવવાનું તેની માહિતી તમે પ્રિન્ટ કરેલ અરજી ફોર્મમાં જ હશે. કેટલીક યોજનાઓ માં માત્ર ઓનલાઈન જ અરજી કરવાની હોય છે. તો આપ એક વખત પ્રિન્ટ કરેલ અરજી ફોર્મ જુઓ.