કોલ્ડ ચેઇન સહાય યોજના (Cold Chain Assistance Scheme) ગુજરાત સરકાર દ્વારા કૃષિ ઉત્પાદનોના સંરક્ષણ અને જાળવણી માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદનને તાજું રાખવા અને નુકસાન ઘટાડવા માટે જરૂરી કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરો પાડવાનો છે.
તો ચાલો વિગતે જોઈએ કે કોલ્ડ ચેઇન સહાય યોજના થકી ખેડૂતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
Cold Chain Sahay Yojana | કોલ્ડ ચેઇન સહાય યોજના
કોલ્ડ ચેઇન સહાય યોજના (Cold Chain Assistance Scheme) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જે કૃષિ અને પોષણ ક્ષેત્રમાં સુધારો લાવવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને જાળવવા માટેનું આયોજન છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને વિસ્તરણ, જેથી કૃષિ ઉત્પાદનોને લાંબા સમય સુધી તાજું અને સુરક્ષિત રાખી શકાય.
કોલ્ડ ચેઇન સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ ઘણા લોકો અને સંસ્થાઓ લઈ શકે છે, જેમ કે:
- ખેડૂતો: જે તાજા ફળો, શાકભાજી, અને દૂધ ઉગાડે છે.
- કૃષિ Cooperatives: જેમણે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપવાનો પ્રયાસ કર્યો છે.
- લોજિસ્ટિક્સ કંપનીઓ: જેમને શીતલ પરિવહન સેવાઓની જરૂર હોય છે.
Cold Chain Sahay Yojana હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- યુનિટ કોસ્ટ- રૂ.૨૫૦.૦૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
- સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
- શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
- એનેક્ષર-૨ મુજબ વિવિધ ઘટકો સહાયને પાત્ર છે.
Cold Chain Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- બેન્ક લોન મંજુરી પત્ર ( Loan Sanction Letter)
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
કોલ્ડ ચેઇન સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી?
કોલ્ડ ચેઇન સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી કોલ્ડ ચેઇન સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 2 પર કોલ્ડ ચેઇન સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : કોલ્ડ ચેઇન સહાય યોજના માટેની ઓનલાઈન અરજીની મુદત તા 01/12/2024 થી 15/12/2024 સુધી છે. તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો. તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ કોલ્ડ ચેઇન યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : પેક હાઉસ સહાય યોજના : પેક હાઉસ બનાવવા માટે મળશે 25 લાખ સુધીની સહાય