કોલ્ડ્ રૂમ સહાય યોજના : કોલ્ડ રૂમ બનાવવા માટે મળશે 7.5 લાખ સુધીની સહાય

કોલ્ડ રૂમ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જે કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ખેડૂતોને અને ઉદ્યોગધંધાઓને સહાય આપવા માટે રચવામાં આવી છે. આ યોજના હેઠળ કોલ્ડ રૂમની સુવિધા સ્થાપિત કરવાની સહાય આપવામાં આવે છે, જેના દ્વારા તાજા કૃષિ ઉત્પાદનોને લાંબા સમય સુધી જાળવવા અને વપરાશકર્તા સુધી પહોંચાડવા માટે મદદ મળી શકે છે.

તો ચાલો વિગતે જોઈએ કે કોલ્ડ્ રૂમ સહાય યોજના થકી અરજદારને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

કોલ્ડ્ રૂમ સહાય યોજના

કોલ્ડ રૂમ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા કૃષિ ઉત્પાદનને સુરક્ષિત કરવા અને તેનું સંરક્ષણ કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદકોને, ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતને, કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓને સ્થાપિત કરવા માટે નાણાંકીય સહાય આપવાનો છે. આ સુવિધાઓથી ખેડૂતો અને ઉત્પાદન દાતાઓને તેમના ઉત્પાદનને વધુ સમય સુધી તાજું રાખવા, વેપારને વધારવા, અને એક નફાકારક વ્યવસાય ચલાવવા માટે મદદ મળે છે.

કોલ્ડ્ રૂમ સહાય યોજનાનો લાભ કયા લાભાર્થીઓ લઈ શકે છે?

આ યોજનાનો લાભ ઘણા લોકો અને સંસ્થાઓ લઈ શકે છે, જેમ કે:

  • ખેડૂતો: નાના અને મધ્યમ સ્તરના ખેડૂતો, જેઓ પોતાની જમીન પર ફળો અને શાકભાજી ઉગાડે છે.
  • કૃષિ Cooperatives: જુદાં જુદાં ઉત્પાદકોના ગ્રુપ્સ, જેમણે પોતાની આઉટપુટને એકસાથે વેચવા માટે સહકાર સાથે કામ કરે છે.
  • લોજિસ્ટિક્સ કંપનીઓ: કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ પ્રદાન કરતી કંપનીઓ.

કોલ્ડ્ રૂમ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ / એકમ સહાય મળવાપાત્ર રહેશે.
  • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા, (મહત્તમ રૂ. ૫.૨૫ લાખ) સહાય મળવાપાત્ર રહેશે.
  • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%(મહત્તમ રૂ. ૭.૫૦ લાખ) સહાય મળવાપાત્ર રહેશે.

કોલ્ડ્ રૂમ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
  • બેન્ક લોન મંજુરી પત્ર ( Loan Sanction Letter)

કોલ્ડ્ રૂમ સહાય યોજના માટે મહત્વની તરીખ

કોલ્ડ્ રૂમ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.

  • ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/10/2024
  • ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/10/2024
  • તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

કોલ્ડ્ રૂમ સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?

કોલ્ડ્ રૂમ સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી કોલ્ડ્ રૂમ સહાય યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 3 પર કોલ્ડ્ રૂમ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
    બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો
     કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ કોલ્ડ્ રૂમ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

આ પણ વાંચો : કોલ્ડ ચેઇન સહાય યોજના : કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે મળશે સહાય

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!