કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના | કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના ભારત સરકાર દ્વારા ખેતરો અને કૃષિ ઉત્પાદનોના પોષણ અને વિકાસ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને અને કૃષિ સંબંધિત ઉદ્યોગોને સંગ્રહ અને જાળવણી માટેની સુવિધાઓ આપવાનું છે, જેથી ઉત્પાદનને નુકસાન ન થાય અને નફો વધે.
તો ચાલો વિગતે જોઈએ કે કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના થકી ખેડૂતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ સહાય આપવામાં આવે છે. ખેડૂતો, ખાનગી સંસ્થાઓને નાની ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.
કોલ્ડ સ્ટોરેજ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
કોલ્ડ સ્ટોરેજ સહાય યોજનાનો લાભ નીચેના લોકો અને સંસ્થાઓ લઈ શકે છે :
- કૃષિ ઉત્પાદકો: ખેડૂતો, જે શાકભાજી, ફળો, અને અન્ય કૃષિ ઉત્પાદનો ઉગાડે છે.
- કોલ્ડ સ્ટોરેજ વ્યવસાયિકો: કોલ્ડ સ્ટોરેજ અને જથ્થાખાનાઓ શરૂ કરવા માટે ઈચ્છુક ઉદ્યોગપતિઓ.
- કૃષિ સંસ્થાઓ: Cooperatives અને અન્ય કૃષિ આધારિત સંસ્થાઓ.
- નવસર્જનાત્મક ઉદ્યોગો: જે નવું પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે કે જે કૃષિ ઉત્પાદનને સાચવવા અને પ્રોસેસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
- નાના અને મધ્યમ ઉદ્યોગ: લઘુ ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગો, જે કોલ્ડ સ્ટોરેજની જરૂર હોય.
કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧:
બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન)
- યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન
- સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન)
- શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન)
કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:
PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન)
- યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન
- સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન)
- શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન )
કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે
- યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન
- સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા
- શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%
કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- બેન્ક લોન મંજુરી પત્ર ( Loan Sanction Letter)
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી?
કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 1 પર કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના માટેની ઓનલાઈન અરજીની મુદત 01/10/2024 થી 15/10/2024 સુધી છે. તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો. તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ કોલ્ડ સ્ટોરેજ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : પશુ ડેરી ફાર્મ સહાય યોજના : ગાય ભેંસ માટે તબેલો બનાવવા મળશે લાખો રૂપિયાની સહાય