૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના : મોટો તબેલો બનાવવા મળશે 10 લાખ સુધીની સહાય

૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના | ૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને તેમના પશુપાલન માટે આર્થિક સહાય પૂરી પાડવાનો એક પ્રોગ્રામ છે. આ યોજના હેઠળ, પશુ પાલન માટે લેવાયેલા લોન પર વ્યાજમાં રાહત મળે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુપાલનને પ્રોત્સાહન આપવો અને પશુપાલકોને વધુ સશક્ત બનાવવા માટે છે. 

તો ચાલો વિગતે જોઈએ કે ૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના થકી પશુપાલકને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની સાથે પશુપાલન આજે ગૌણ વ્યવસાય ની જગ્યાએ મુખ્ય વ્યવસાય બની ગયો છે. આવા સંજોગોમાં નાના ખેડૂતો કે પશુપાલકોને પશુપાલન વ્યવસાય વધારી પોતાની આવકમાં વધારો કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોએ પશુ ખરીદી માટે લીધેલ લોન પર 7.5% સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે.

૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો, ખેત મજુર, નાના સીમાંત ખેડુત, જમીન વિહોણા અને માલધારી, શિક્ષિત બેરોજગાર કે પશુપાલકો લઈ શકે છે.
  • આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યના હોવો જોઈએ.
  • પશુપાલકે 1 થી 50 જેટલા દુધાળા પશુઓની ખરીધી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન લોન લીધેલ હોય.
  • લાભાર્થી પાસે જમીન, પશુઓ તથા પાણીને સવલત હોવી જોઈએ.
  • લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલી હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય જે તે લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.

૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

ફરજીયાત ઘટક

  • પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે.
  • લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ!. ૫૦૦૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે. 
  • પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ!. ૨૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે.

વૈકલ્પિક / મરજીયાત ઘટક 

  • ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ(રૂ!. ૪૦,૦૦૦)ના ૭૫% લેખે રૂ!. ૩૦,૦૦૦, ફોગર યુનીટ માટે(યુનીટ કોસ્ટ રૂ!. ૩૦,૦૦૦/-)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૨૨,૫૦૦/- અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ(રૂ!. ૭૫,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ!. ૫૬,૨૫૦/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે

૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • બારકોડેડ રેશનકાર્ડ (લાગુ પડતું હોય તો)
  • જમીન માટેનો આધાર (પુરાવો) (લાગુ પડતું હોય તો)
  • લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પત્રક (લાગુ પડતું હોય તો)
  • લોન એકાઉન્ટ પાસબુક અથવા બેન્ક દ્વારા લોનની રકમ ચુકવ્યા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • સરકાર માન્ય ફોટાવાળુ ઓળખપત્ર (લાગુ પડતું હોય તો)
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી?

૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી ૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 4 પર ૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, પશુઓની ખરીદીની વિગત અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

ખાસ નોંધ : ૫૦ દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના માટેની ઓનલાઈન અરજીની મુદત 15/06/2024 થી 31/10/2024 સુધી છે. તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો. તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ પશુ વ્યાજ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

આ પણ વાંચો : કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના થકી ખેડૂતોને મળશે કરોડો રૂપિયાની સહાય

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!