ફળપાક સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પપૈયાની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના પપૈયાના ખેતી માટે જરૂરી સહાયતા, માહિતી અને ટેકનિકલ માર્ગદર્શન પૂરુ પાડવા માટે રચાયેલી છે. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે ફળ પાકો જેવાકે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરીનું વાવેતર કરે છે.
તો ચાલો વિગતે જોઈએ કે ફળપાક સહાય યોજના થકી ખેડુતોને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
ફળપાક સહાય યોજના
સરકાર દ્વારા ફળ, ફૂલો અને શાકભાજીના વાવેતર પર ભાર મૂક્યો છે. ફળ પાકોની ખેતી એક એવી ખેતી છે કે જેમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે ફળ પાકો જેવાકે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરીનું વાવેતર કરે છે.
ફળપાક સહાય યોજનાનો લાભ કયા ખેડુતો લઈ શકે છે?
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- ખેડૂતને NHB/કૃષિ યુનિ. દ્વારા એક્રીડીટેશન થયેલ/ કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
- અનુ. જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
- જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
- ખેડૂતને 3 હપ્તા (60:20:20) માં પાકવાર નક્કી કરેલ ખેતી ખર્ચની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
- ખેડૂતને નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
- રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
- આ ઘટક હેઠળ કમલમ (ડ્રેગન ફ્રૂટ), અંજીર, સ્ટ્રોબેરી પાકનો પણ સમાવેશ થયેલ હોઇ સહાય મળવાપાત્ર થશે.
- ખેડુત લાભાર્થી દીઠ 4 હે. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ફળપાક સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે:
- પ્રતિ હેક્ટર રૂ.4.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40 %, મહત્તમ રૂ. 1.60 લાખ/હે. મળવા પાત્ર છે.
- પ્રતિ હેક્ટર રૂ. ૧.૨૫ લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40 %, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે :
- પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 50 %, મહત્તમ રૂ. 2.00 લાખ/હે. મળવાપાત્ર છે.
- પ્રતિ હેક્ટર રૂ. 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ વિના ખર્ચના ખર્ચના 50 %, મહત્તમ રૂ. 62500/હે. મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટે :
- પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.60 લાખ/હે. મળવાપાત્ર છે.
- પ્રતિ હેક્ટર રૂ. ૧.૨૫ લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 4૦%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.
ફળપાક સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)
ફળપાક સહાય યોજના માટે મહત્વની તરીખ
ફળપાક સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.
- ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/12/2024
- ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/12/2024
- તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
ફળપાક સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
ફળપાક સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી ફળપાક સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 10 પર ફળપાક સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ ફળપાક પ્લાન્ટીગ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : પપૈયા સહાય યોજના : પપૈયાની ખેતી માટે મળશે 1 લાખ સુધીની સહાય