ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના : ડીગરની ખરીદી માટે ખેડૂતોને મળશે ₹75,000 સુધીની સબસીડી

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના | Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખેતીવાડીની યોજનાઓ 2023-24 બહાર પાડવામાં આવે છે. આ યોજના મગફળીની ખેતી કરતાં ખેડૂતો માટે છે. ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું. 

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના

ગ્રાઉન્ડનટ ડીગર યોજના એ ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરેલી એક કૃષિ સહાય યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો પર સબસીડી મળે છે. ગ્રાઉન્ડનટ ડીગર એ એક મશીન છે જેનો ઉપયોગ મગફળી (ગ્રાઉન્ડનટ)ને જમીનમાંથી ખોદવા માટે કરવામાં આવે છે. તે ખેડુતોને મગફળીની કાપણી દરમિયાન સમય અને મહેનત બચાવવામાં મદદ કરે છે. આ મશીન જમીનમાં રહેલી મગફળીના છોડને ઉપાડી લે છે અને જમીનમાંથી અલગ કરે છે, જેથી મગફળીને સાફ કરવામાં સરળતા રહે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેતીની કાર્યક્ષમતા વધારવો અને ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે.

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 7 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૬૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

સામાન્ય વર્ગના નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
  • ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક

તારીખસમયસમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી?

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 5 પર ગ્રાઉન્ડનટ ડીગર લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ ગ્રાઉન્ડનટ ડીગર યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!