મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના | પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના ગુજરાત સરકારે ચાલુ કરેલી યોજના છે, જે કૃષિ ઉત્પાદકો અને ઉદ્યોગોને કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગમાં મદદ કરવા માટે રચવામાં આવી છે. આ યોજના હેઠળ, મીનીમલ પ્રોસેસિંગ યુનિટ્સને નાણાંકીય અને ટેક્નિકલ સહાય આપવામાં આવે છે, જે વધુ મોટે પાયે પ્રોસેસિંગ સાધનો અને સુવિધાઓ સ્થાપિત કરવામાં સહાય કરે છે.
તો ચાલો વિગતે જોઈએ કે મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના થકી અરજદારને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા કૃષિ ઉત્પાદકો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગમાં સહાય કરવાનો છે, જેનાથી ઉત્પાદનોની ગુણવત્તા વધે, તેની આયુષ્યમાં વધારો થાય, અને ઉત્પાદકોને માર્કેટમાં વધારે કિમત મળે છે.
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજનાનો લાભ કયા લાભાર્થીઓ લઈ શકે છે?
આ યોજનાનો લાભ ઘણા લોકો અને સંસ્થાઓ લઈ શકે છે, જેમ કે:
- ખેડૂત: મીનીમલ પ્રોસેસિંગ યુનિટમાં રોલ કરી શકતા ખેડૂતો.
- વ્યાપારીઓ: જેમને કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરવાની જરૂર છે.
- સંસ્થાઓ: Cooperatives અને અન્ય ગ્રુપ્સ, જે નાની સિસ્ટમો દ્વારા વધુ નફો મેળવવા માંગે છે.
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- યુનિટ કોસ્ટ – રૂ.૨૫.૦૦લાખ/એકમ સહાય મળવાપાત્ર રહેશે.
- સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૪૦ ટકા (મહત્તમ રૂ. ૧૦.૦૦ લાખ /યુનિટ) સહાય મળવાપાત્ર રહેશે.
- શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૫% (મહત્તમ રૂ. ૧૩.૭૫લાખ /યુનિટ) સહાય મળવાપાત્ર રહેશે.
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- બેન્ક લોન મંજુરી પત્ર ( Loan Sanction Letter)
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના માટે મહત્વની તરીખ
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.
- ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/10/2024
- ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/10/2024
- તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 4 પર મીનીમલ પ્રોસેસીંગ યુનિટ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો : કોલ્ડ્ રૂમ સહાય યોજના : કોલ્ડ રૂમ બનાવવા માટે મળશે 7.5 લાખ સુધીની સહાય