પેક હાઉસ સહાય યોજના : પેક હાઉસ બનાવવા માટે મળશે 25 લાખ સુધીની સહાય

પેક હાઉસ સહાય યોજના | પેક હાઉસ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી એક મહત્ત્વપૂર્ણ યોજના છે, જે ખેડૂતોએ તેમના કૃષિ ઉત્પાદનોને અસરકારક રીતે પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે સહાય પૂરી પાડે છે. આ યોજના અંતર્ગત પેક હાઉસની સ્થાપના માટે નાણાંકીય સહાય આપવામાં આવે છે, જે દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનોને બજારમાં સારી રીતે રજૂ કરવામાં મદદ મળે છે.

તો ચાલો વિગતે જોઈએ કે પેક હાઉસ સહાય યોજના થકી અરજદારને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

પેક હાઉસ સહાય યોજના

પેક હાઉસ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજનાનો ભાગ છે, જે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોએ અને ઉત્પાદકોએ તેમના ઉત્પાદનને વધુ અસરકારક રીતે પેક અને સંગ્રહિત કરવા માટે રચાયેલી છે. આ યોજના હેઠળ, પેક હાઉસની સ્થાપના માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જે ખોરાકની ગુણવત્તા જાળવવા અને માર્કેટમાં વધુ સારું મૂલ્ય મેળવવા માટે જરૂરી છે. આ પૅક હાઉસની સાઈઝ 9m × 18m સુધી ની રાખી શકો છો.

પેક હાઉસ સહાય યોજના ખેડૂતોને અને ઉત્પાદકોને તેમના ઉત્પાદનને વધુ સારી રીતે બજારમાં રજૂ કરવામાં સહાય કરે છે. આ યોજનાથી કૃષિ ઉત્પાદનનું વેચાણ અને ઉત્પાદનના મૂલ્યમાં વધારો થાય છે, જે સમગ્ર કૃષિ સંચાલનમાં પ્રગતિ લાવે છે.

પેક હાઉસ સહાય યોજનાનો લાભ કયા લાભાર્થીઓ લઈ શકે છે?

આ યોજનાનો લાભ ઘણા લોકો અને કંપનીઓ લઈ શકે છે, જેમ કે:

  • ખેડૂત: જેમણે ખેતીના ઉત્પાદનોને અસરકારક રીતે પેક કરવા માંગે છે.
  • કૃષિ Cooperatives: જે સંયુક્ત રીતે ઉત્પાદનનું માર્કેટિંગ કરે છે.
  • ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ: જે પેકિંગ અને સંગ્રહણમાં સહાયતા મેળવે છે.

પેક હાઉસ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • યુનિટ કોસ્ટ- રૂ.૫૦.૦૦ લાખ / એકમ સહાય મળવાપાત્ર રહેશે.
  • સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા, (મહત્તમ રૂ. ૧૭.૫૦ લાખ) સહાય મળવાપાત્ર રહેશે.
  • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૨૫.૦૦ લાખ) સહાય મળવાપાત્ર રહેશે.

પેક હાઉસ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
  • બેન્ક લોન મંજુરી પત્ર ( Loan Sanction Letter)

પેક હાઉસ સહાય યોજના માટે મહત્વની તરીખ

પેક હાઉસ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.

  • ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/10/2024
  • ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/10/2024
  • તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

પેક હાઉસ સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?

પેક હાઉસ સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી પેક હાઉસ સહાય યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 10 પર પેક હાઉસ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
    બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો
     કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ પેક હાઉસ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

આ પણ વાંચો : રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના : ફળ શાકભાજી માટે ફ્રીઝ વાળા વાહન માટે મળશે 13 લાખ સુધીની સહાય

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!