પોસ્ટ હાર્વેસ્ટ સાધન સહાય યોજના : કાપણી પછીના સાધનો ની ખરીદી પર મળશે ₹2 લાખ 40 હજાર સુધીની સહાય

પોસ્ટ હાર્વેસ્ટ સાધન સહાય યોજના | ખેડૂતોને ખેતીમાં વિવિધ સાધનો ખૂબ જ ઉપયોગી છે. ખેતીના કામને સરળ બનાવવા માટે અદ્યતન સાધનો ખૂબ જ ઉપયોગી છે. વ્હાલા ખેડૂતો આવા ટેકનોલોજીવાળા સાધનોની ખરીદી કરી શકે તે માટે ગુજરાત સરકાર કાર્યરત છે. રાજ્ય સરકાર ખેડૂતોને પોસ્ટ હાર્વેસ્ટના સાધનોની ખરીદી કરવા માટે સબસીડી આપે છે. તો ચાલો પોસ્ટ હાર્વેસ્ટના સાધનો યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

પોસ્ટ હાર્વેસ્ટ સાધન સહાય યોજના

પોસ્ટ હાર્વેસ્ટના સાધનો યોજના એ ખેડુતોને પાક કાપણી બાદના સંભાળ માટેની આધુનિક મશીનરી અને સાધનો ખરીદવા માટે આર્થિક સહાય અને સબસિડી પ્રદાન કરતી યોજના છે. આ સાધનોનો હેતુ પાકની ગુણવત્તા જાળવી રાખવા, નિષ્ફળતા ઘટાડવા અને ખેડૂતોને વધુ મૂલ્ય મેળવવામાં મદદ કરવાનો છે.

પોસ્ટ હાર્વેસ્ટ સાધન સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

પોસ્ટ હાર્વેસ્ટ સાધન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • આ ધટક હેઠળ સીડ ક્લીનર કમ ગ્રેડર, સીડ ક્લીનર, ડેકોટીકેટર, મીની રાઇસ મીલ, દાલ મીલ, મીની પલ્સ મીલ, ગ્રેવીટે સેપરેટર, ડીહસ્કર વગેરે સાધનોની સહાય માટે અરજી કરી શકાશે.
  • નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ થી ૬૦ % અથવા રૂ.૬૦ હજારથી રૂ.૩ લાખ સુધી અને
  • અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ થી ૫૦% અથવા રૂ.૫૦ હજારથી રૂ.૨.૪૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
  • આખરી સહાય સરકારશ્રીની યોજના અનુસાર રહેશે.

પોસ્ટ હાર્વેસ્ટ સાધન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
  • ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate

પોસ્ટ હાર્વેસ્ટ સાધન સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક

તારીખસમયસમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

પોસ્ટ હાર્વેસ્ટ સાધન યોજના માટે કઈ રીતે અરજી કરવી?

પોસ્ટ હાર્વેસ્ટના સાધનો યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી પોસ્ટ હાર્વેસ્ટના સાધનો યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 18 પર પોસ્ટ હાર્વેસ્ટના સાધનો લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ પોસ્ટ હાર્વેસ્ટના સાધનો યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

આ પણ વાંચો : પોટેટો ડીગર સહાય યોજના : બટાકા માટેના ડીગર ની ખરીદી પર મળશે ₹40,000 સુધીની સહાય

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!