પાવર ટીલર સહાય યોજના : વિવિધ પ્રકારના પાવર ટીલર ની ખરીદી પર મળશે ₹85,000 સુધીની સહાય

પાવર ટીલર સહાય યોજના | ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં ઝડપથી પાક ફેરબદલી તથા ખેડાણ માટે ઘણા બધા ખેતીના સાધનો માટે સહાય આપવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના 8 BHP થી વધુ હેઠળ કેટલી સબસીડી આપવામાં આવે છે?, કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવીશું.

પાવર ટીલર સહાય યોજના

પાવર ટીલર યોજના એ ખેડુતોને પાવર ટીલર (એન્જિનથી સંચાલિત નાના ટ્રેક્ટર જેની મદદથી જમીન ખેડી શકાય છે) ખરીદવા માટે આર્થિક સહાય અને સબસિડી પ્રદાન કરતી યોજના છે. પાવર ટીલરનો ઉપયોગ જમીન ખેડવા, સિંચાઈ, વાવણી, ખાતર નાખવા, અને પાકની કાપણી માટે થાય છે, અને ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે ફાયદાકારક છે.

પાવર ટીલર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

પાવર ટીલર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • સામાન્ય વર્ગના ખેડૂતો માટે: (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૭૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • અનુ .જાતિ/જન જાતિ /સામાન્ય વર્ગના નાના/ સિમાંત; મહિલા ખેડૂતો માટે (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર): કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  • આખરી સહાય ભારત સરકારશ્રીની SMAM યોજના અનુસાર રહેશે.

પાવર ટીલર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
  • ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate

પાવર ટીલર સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક

તારીખસમયસમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

પાવર ટીલર યોજના માટે કઈ રીતે અરજી કરવી?

પાવર ટીલર યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી પાવર ટીલર યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 14 પર પાવર ટીલર લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ પાવર ટીલર યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

આ પણ વાંચો : તાડપત્રી સહાય યોજના : બે તાડપત્રી ની ખરીદી માટે મળશે ₹1875 સુધીની સહાય

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!