રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા અમલમાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જે ખાદ્ય અને કૃષિ ઉત્પાદકોને રેફ્રિજરેટેડ વાહનો ખરીદવા માટે નાણાંકીય સહાય આપે છે. આ યોજનાનો ઉદ્દેશ છે તાજા અને સંવેદનશીલ ઉત્પાદનોને સુરક્ષિત અને ગુણવત્તાવાળું પહોંચાડવા માટે યોગ્ય માધ્યમ ઉપલબ્ધ કરાવવું.
તો ચાલો વિગતે જોઈએ કે રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના થકી અરજદારને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા રચાયેલી એક મહત્ત્વપૂર્ણ યોજના છે, જે ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોને સુરક્ષિત રીતે વહન કરવા માટે રેફ્રિજરેટેડ વાહનોની ખરીદીમાં સહાય પૂરું પાડે છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતો, ઉત્પાદકો, અને નાનાં અને મધ્યમ ઉદ્યોગોને રેફ્રિજરેટેડ વાહનો મેળવવામાં મદદ કરવાનો છે, જેથી તે તાજા ઉત્પાદનોને યોગ્ય ઠંડા તાપમાનમાં પરિવહન કરી શકે.
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના ખાદ્ય સુરક્ષા, ગુણવત્તા, અને કૃષિ ઉત્પાદનોના વ્યવસાયને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સાધન છે. આ યોજનાનો લાભ લઈને, ખેડૂતો અને વ્યાપારીઓ તેમના ઉત્પાદનોને વધુ સારી રીતે માર્કેટમાં રજૂ કરી શકે છે.
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજનાનો લાભ કયા લાભાર્થીઓ લઈ શકે છે?
આ યોજનાનો લાભ ઘણા લોકો અને કંપનીઓ લઈ શકે છે, જેમ કે:
- ખેડૂત: તાજા ઉત્પાદન વેચતા અને તેમના ઉત્પાદનને યોગ્ય રીતે વહન કરવા માંગતા.
- લોજિસ્ટિક્સ કંપનીઓ: જેમને ખાદ્ય ઉત્પાદનોને સુરક્ષિત અને અસરકારક રીતે વહન કરવાની જરૂર છે.
- બિઝનેસ ઉદ્યોગો: નાનાં અને મધ્યમ સ્તરના વેપારીઓ કે જે રેફ્રિજરેટેડ વાહનો દ્વારા સેવા આપવા માંગે છે.
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
- યુનિટ કોસ્ટ- રૂ.૨૬.૦૦ લાખ/ ૯ મે.ટન સહાય મળવાપાત્ર રહેશે.
- સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા સહાય મળવાપાત્ર રહેશે.
- શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% સહાય મળવાપાત્ર રહેશે.
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
- સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
- જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
- આધારકાર્ડ ની નકલ
- બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
- બેન્ક લોન મંજુરી પત્ર ( Loan Sanction Letter)
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના માટે મહત્વની તરીખ
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે મહત્વની તરીખ નિચે આપેલ છે.
- ઓનલાઈન અરજીની શરુ તારીખ : 01/10/2024
- ઓનલાઇન અરજીની છેલ્લી તરીખ : 15/10/2024
- તમે આ સમયગાળા દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો.
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 7 પર રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો. - છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
ખાસ નોંધ : તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
આ પણ વાંચો: રાઇપનીંગ ચેમ્બર સહાય યોજના : ફળો પકવવા માટેના ચેમ્બર માટે મળશે સહાય