સાધન સહાય યોજના | ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વર્ષ 2024-25 માં સાધન જેવા કે પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ, સ્ટબલ શેવર, મલ્ચરની ખરીદી માટે અલગ-અલગ સહાય આપવામાં આવે છે. જે ખેડૂત ઉદ્યોગને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ઓછા ભાવે કૃષિ સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ખેતી કામને વધુ સસ્તું અને સરળ બનાવી શકાય.
તો ચાલો વિગતે જોઈએ કે સાધન સહાય યોજના થકી ખેડૂતને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
સાધન સહાય યોજના
સાધન યોજના એ ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરેલી એક કૃષિ સહાય યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો પર સબસીડી મળે છે. સાધન એ એક મશીન છે જેનો ઉપયોગ વિવિધ ખેતી કાર્યો અને ખેતીની વિવિધ પદ્ધતિઓ માટે વિવિધ પ્રકારના ખેતીના સાધનો અને ઓજારો વિકસિત કરવામાં આવ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેતીની કાર્યક્ષમતા વધારવો અને ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે.
સાધન સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 7 વર્ષ છે.
- ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
સાધન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીનના કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૧૬ હજાર થી ૬૦ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- સ્ટબલ શેવરના કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૬૪ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- મલ્ચરના કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૫૩,૮૦૦ થી ૧.૧૨ લાખ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
સામાન્ય વર્ગના નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીનના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર થી ૭૫ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- સ્ટબલ શેવરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૮૦ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- મલ્ચરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૬૭,૨૦૦ થી ૧.૪૦ લાખ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીનના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર થી ૭૫ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- સ્ટબલ શેવરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૮૦ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- મલ્ચરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૬૭,૨૦૦ થી ૧.૪૦ લાખ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે
- પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીનના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર થી ૭૫ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- સ્ટબલ શેવરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૮૦ હજાર બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
- મલ્ચરના કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૬૭,૨૦૦ થી ૧.૪૦ લાખ બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
સાધન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
- ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
- બેંક એકાઉન્ટની વિગતો
- મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
- અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
- અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
- જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate
સાધન સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક
તારીખ | સમય | સમાવિષ્ટ જીલ્લાઓ |
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ |
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ |
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪ | સવારે ૧૦.૩૦ કલાકે | મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા |
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
સાધન સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી?
સાધન સહાય યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી સાધન સહાય યોજના માટે અરજી કરી શકો છો.
- સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
- તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 1 પર સાધન લખેલું છે જેના પર ક્લિક કરો.
- નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
- હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
- છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
- તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
- છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.
તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ સાધન યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.
ટ્રેક્ટર સાધન