સનેડા સાધન સહાય યોજના : સનેડો સાધનોની ખરીદી પર મળશે ₹25,000 ની સહાય

સનેડા સાધન સહાય યોજના | ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ મૂકેલ છે. પરંતુ આજે આપણે સનેડો સહાય યોજના વિશે વાત કરીશું.

સનેડા સાધન સહાય યોજના

રાજ્યના ખેડૂતો ખેતીના કામમાં સનેડા સાધનનો ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મીની ટ્રેકટર સમાન સનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતો માટે પણ પરવડે તેમ છે. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થાય તે માટે મીની ટ્રેકટર સનેડો ખરીદવા સહાયની જાહેરાત કરી છે. આ યોજનામાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા ઉપર ખેડૂતોને સહાય મળશે.

સનેડા સાધન સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
  • જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
  • ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
  • આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
  • આ સનેડામાં પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં. અને તેનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરી શકશે નહીં.

સનેડા સાધન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

સનેડા સાધન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
  • ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
  • બેંક એકાઉન્ટની વિગતો
  • મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
  • અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
  • અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
  • જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate

સનેડા સાધન સહાય યોજના માટે અરજી કરવાનું સમય પત્રક

તારીખસમયસમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેરાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨८/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેઅમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર,
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩०/०૯/૨०૨૪સવારે ૧૦.૩૦ કલાકેમહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

સનેડા સાધન યોજના માટે કઈ રીતે અરજી કરવી?

સનેડા સાધન યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી સનેડા સાધન યોજના માટે અરજી કરી શકો છો.

  1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 25 પર સનેડા સાધન લખેલું છે જેના પર ક્લિક કરો.
  5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ સનેડા સાધન યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!