ટ્રેક્ટર સહાય યોજના : ટ્રેકટરની ખરીદી પર મળશે ₹60 હજાર સુધીની સહાય

ટ્રેક્ટર સહાય યોજના | ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરાયેલી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડુતોને તેમની ખેતી માટે ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક મદદ પૂરી પાડવાનો છે. આ યોજનાના માધ્યમથી સરકાર નાના અને મધ્યમ ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપે છે, જેથી તેમની ખેતીની કાર્યક્ષમતા વધી શકે અને ખેતી વધુ પાયદાર અને ફાયદાકારક બની શકે.

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ટ્રેક્ટર સહાય યોજના 2024-25 વિશે માહિતી મેળવીશું.

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?

  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
  • જે લોકોએ ૧/૦૪/૨૦૨૪ થી આજ ની તારીખ સુધી માં ટ્રેક્ટર ખરીદી લીધું હશે તેમને પણ સબસીડી મળવાપાત્ર છે

ટ્રેક્ટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

  • તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
  • તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • બેંક પાસબુકની વિગત૨
  • આધાર કાર્ડની વિગત
  • ૮-અ ની વિગત
  • ટ્રેક્ટર સહાય યોજનાની અરજી કરવા માટે મહત્વની તારીખ

    • તારીખ ૨૫/૧૦/૨૦૨૪ થી તા:૩૧/૧૦/૨૦૨૪ સુધી અરજી કરી શકાશે
    • અરજી કરવામાં વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી મળવાપાત્ર થશે
    ❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖

    ❖  પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય new icon
    ❖  નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય new icon
    ❖  ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય new icon
    ❖  ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય new icon
    ❖  આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય new icon
    ❖  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય new icon
    ❖  કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય new icon
    ❖  ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય new icon
    ❖  આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય new icon
    ❖  આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય new icon

    ટ્રેક્ટર યોજના માટે કઈ રીતે અરજી કરવી?

    ટ્રેક્ટર યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે. નીચેના સ્ટેપ અનુસરી ટ્રેક્ટર યોજના માટે અરજી કરી શકો છો.

    1. સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
    2. તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
    3. તમારી સામે નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
    4. હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 1 પર ટ્રેક્ટર લખેલું છે જેના પર ક્લિક કરો.
    5. નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
    6. હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
    7. નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
    8. હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક, જમીન અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
    9. છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
    10. તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
    11. છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

    તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ ટ્રેક્ટર યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

    આ પણ વાંચો : કોલ્ડ ચેઇન સહાય યોજના : કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે મળશે સહાય

    1 thought on “ટ્રેક્ટર સહાય યોજના : ટ્રેકટરની ખરીદી પર મળશે ₹60 હજાર સુધીની સહાય”

    Leave a Comment

    WhatsApp ગ્રૂપમાં જોડાવો!